હથિયારોથી સજ્જ રાફેલ ફ્રાન્સથી ભારત આવશે: જેટલી
Live TV
-
કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલીએ ફરી એક વખત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો છે. જેટલીએ કહ્યું હતું કે રાફેલ એરક્રાફ્ટ અને તેના હથિયાર ભારતમાં ક્યાંય પણ બનાવવામાં આવતા નથી. બધા 36 રાફેલ વિમાન હથિયારોથી સજ્જ સીધું ઉડ્ડયન કરવાની સ્થિતિમાં ફ્રાન્સથી ભારત આવશે. દેવા માંફી પર રાહુલ ગાંધી દ્વારા પ્રધાનમંત્રી તરફથી કેટલાક લોકોની લોન માફ કરવાના આરોપ પર જેટલીએ કહ્યું હતું કે આ લોન યુપીએ શાસનકાળ દરમિયાન આપવામાં આવી હતી. કોઈનો એક રૂપિયો પણ માફ કરવામાં આવ્યો નથી. રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે નીરવ મોદી અને વિજય માલ્યા દેશથી ભાગ્યા તે પહેલાં નાણામંત્રીને મળ્યા હતા. જેના જવાબમાં જેટલીએ કહ્યું હતું કે નીરવ મોદીને તે ક્યારેય મળ્યા નથી અને વિજય માલ્યાએ સંસદ કોરિડોરમાં મળવાનો પ્રયત્ન કર્યો હતો પણ તે મળ્યા ન હતા.
