યૌનશોષણની ફરિયાદ કોઇપણ ઉમરે કરી શકાશે
Live TV
-
મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ કહ્યું છે કે હવે કોઈ વ્યક્તિ બાળપણમાં તેની સાથે થયેલા યૌનશોષણની ફરિયાદ કોઈપણ ઉંમરમાં કરી શકે છે. તેમણે પીડિતોને યોનશોષણના મામલાનો રિપોર્ટ પોક્સો ઇ-બોક્સ દ્વારા કરવાની સલાહ આપી છે. આ પહેલા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે પોક્સો કાયદાની જોગવાઈઓ વિશે કાયદા મંત્રાલય પાસેથી સલાહ માંગી હતી. કાયદા મંત્રાલયે બતાવ્યું હતું કે પોક્સો કાયદા અંતર્ગત અપરાધોની જાણ કરવા વિશે કલમ 19માં કોઈ સમય સીમા નક્કી કરવામાં આવી નથી.
