ઉપરાષ્ટ્રપતિ એમ. વૈકેંયા નાયડુ બોત્સવાના પહોંચ્યા
Live TV
-
બોત્સવાના બાદ ઉપરાષ્ટ્રપતિ ઝિમ્બાબ્વે તેમજ માલવીના પ્રવાસે જશે
ઉપરાષ્ટ્રપતિ એમ. વૈકેંયા નાયડુ ત્રણ આફ્રિકન દેશોના પ્રવાસના પ્રથમ ચરણમાં ગઈકાલે બોત્સવાના પહોંચ્યા હતા. તેમણે બોત્સવાનાના ગેબરોનમાં ગ્લોબલ એક્સ્પોનું ઉદઘાટન કર્યું હતું. આ એક્સ્પોમાં ભારતીય કંપનીની ભાગીદારી ઉપર ખુશી વ્યક્ત કરતાં તેમણે કહ્યં કે, બોત્સાવાનાના ક્ષેત્રીયમાં મહત્વપૂર્ણ યોગદાન છે. ઉપરાષ્ટ્રપતિએ આફ્રિકાના સમાવેશી વિકાસમાં બોત્સવાનાની પ્રશંસા કરી હતી. એમ. વૈકેંયા નાયડુ આજે બોત્સવાનાના ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે, સાથે સાથે યુનિવર્સિટીમાં સંબોધન કરતાં પહેલાં ઉપરાષ્ટ્રપતિ બોત્સવાનાના સંસદ અધ્યક્ષ સાથે મુલાકાત કરશે. બોત્સવાના બાદ ઉપરાષ્ટ્રપતિ ઝિમ્બાબ્વે તેમજ માલવીના પ્રવાસે જશે.
