જમ્મુ કાશ્મીરના બડગામ આતંકી અથડામણ, બે આતંકી ઠાર
Live TV
-
સ્થાનિક પોલીસના સહયોગથી શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું
જમ્મુ કાશ્મીરના બડગામ જિલ્લામાં સુરક્ષા દળોએ આજે સવારે એક અથડામણમાં બે ત્રાસવાદીને ઠાર માર્યા હતા. સુરક્ષાદળોને આ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, જેના પગલે સ્થાનિક પોલીસના સહયોગથી શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરીને શોધખોળ અભિયાન તેજ બનાવતા ગભરાયેલા ત્રાસવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. જેનો સુરક્ષાદળની ટુકડીએ પ્રતિકાર કરીને બે આતંકવાદીને ઠાર માર્યા હતા.
