ઉપરાષ્ટ્રપતિ એમ. વૈકેંયા નાયડુ બ્રેસલ્સમાં, એશિયા યુરોપ સંમેલનમાં ભાગ લેશે ભાગ
Live TV
-
ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે
એશિયા યુરોપ સંમેલનમાં ભાગ લેવા માટે ઉપરાષ્ટ્રપતિ એમ. વૈકેંયા નાયડુ બ્રેસલ્સ પહોંચ્યા છે. નાયડુ બે દિવસીય સંમેલનમાં , ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે. ઉપરાષ્ટ્રપતિ ઉદઘાટન સમારોહ ઉપરાંત , સંમેલનના પૂર્ણ સત્રમાં ભાગ લેશે , અને વિવિધ પક્ષો સાથે વાતચીત કરશે. વિવિધ દેશોના રાષ્ટ્ર અધ્યક્ષ સાથે , દ્વિપક્ષી બેઠક પણ કરશે. આ વર્ષે સંમેલનનો વિષય છે , વૈશ્વિક પડકાર માટે વૈશ્વિક ભાગીદારી. આ સંમેલનના એજન્ડામાં સંપર્ક, વ્યાપાર અને રોકાણ,, વિકાસ, જળવાયુ પરિવર્તન , આતંકવાદ, પ્રવાસન, સમૂહ સુરક્ષા, અને સાયબરથી જોડાયેલા મુદ્દા મુખ્ય છે.
