ઉપરાષ્ટ્રપતિ એમ. વૈકેયા નાયડુના કાર્યકાળના 3 વર્ષ પૂર્ણ
Live TV
-
સંરક્ષણમંત્રીના હસ્તે તેમના કાર્યકાળ પર આધારિત 'કનેક્ટિંગ, કોમ્યુનિકેટિંગ, ચેન્જિંગ' નામના કોફી ટેબલ બુકનું વિમોચન, પ્રકાશ જાવડેકરે બુકના ઇ- વર્ઝનનું કર્યું વિમોચન
ઉપરાષ્ટ્રપતિ એમ. વૈકેયા નાયડુએ પોતાના કાર્યકાળના 3 વર્ષ પૂર્ણ કર્યાં છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને પાઠવી શુભેચ્છા પાઠવી હતી અને એક પત્ર પાઠવ્યો હતો. આ પત્રમાં તેમણે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ તરીકેની એમ. વૈકેયા નાયડુની કામગીરીની પ્રશંસા કરી હતી. ઉપરાષ્ટ્રપતિ પદે એમ. વૈકેયા નાયડુના 3 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે તેમના કાર્યકાળ પર આધારિત 'કનેક્ટિંગ, કોમ્યુનિકેટિંગ, ચેન્જિંગ' નામના કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું. જ્યારે સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ પુસ્તકના ઇ- વર્ઝનનું વિમોચન કર્યું હતું.
આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકેયા નાયડુએ કહ્યું હતું કે, 2 વર્ષ વ્યસ્ત રહ્યાં પછી હવે કોરોના વાયરસના કાળમાં તેઓ ખેડૂત, વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગપતિઓ અને ડૉક્ટર સહિત તમામ વર્ગના લોકો સાથે સંવાદ કરીને એમના વિચારોને જાણી શકે તેવા પ્રયત્નો કરી રહ્યાં છે. આ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, ઉપરાષ્ટ્રપતિનો 3 વર્ષનો આ કાર્યકાળ તેમની વ્યક્તિગત નહીં પણ આપણા સૌની ઉપલબ્ધિ છે.
આ પ્રસંગે સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે તેમના ભાષણોની લોકપ્રિયતાની પ્રશંસા કરી હતી.
