એર ઇન્ડિયા મેડ્રિડ, મિલાન,કોપનહેગન,વિયેના અને સ્ટોકહોમ સુધીની ફ્લાઇટ્સ કરશે બંધ
Live TV
-
ઉડ્ડયન ક્ષેત્ર પર કોરોના વાયરસના અસરને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
એર ઇન્ડિયાએ મેડ્રિડ, મિલાન, કોપનહેગન, વિયેના અને સ્ટોકહોમ સુધીની ફ્લાઇટ્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે. દેશના ઉડ્ડયન ક્ષેત્ર પર કોરોના વાયરસ રોગચાળાની તાજેતરના અસરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોવિડ-19થી પ્રભાવિત રાષ્ટ્રીય વિમાન કંપનીએ જણાવ્યું છે કે, આ માર્ગો પર ઉડાન સેવાનું સંચાલન આર્થિક રીતે શક્ય નથી. જો કે એર ઈન્ડિયાએ યૂરોપમાં લંડન, પેરિસ, રોમ અને ફ્રેન્કફર્ટથી યુરોપ સુધીની ફ્લાઈટ ચાલુ રાખશે.
