વિન્ડ ટર્બાઈન અને સોલર પેનલે વિશ્વની કુલ વિજળીના રેકોર્ડ 10% કર્યું ઉત્પાદન
Live TV
-
કોરોના વાયરસને કારણે લાગેલા લોકડાઉનના પગલે વિજળીની માગમાં થયો 3 ટકાનો ઘટાડો
દેશમાં વર્ષ 2020ના પ્રથમ છ મહિનામાં વિંડ ટર્બાઈન અને સોલર પેનલનો ઉપયોગ કરીને ભરપૂર વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. જેના પગલે વિશ્વની કુલ વિજળીના રેકોર્ડ 10 %ઉત્પાદન માત્ર ભારતમાં થયું છે. ભારતનો લક્ષ્યાંક છે કે, આગામી દિવસોમાં તે વધુમાં વધુ વિજળીનું ઉત્પાદન વિન્ડ ટર્બાઈન અને સોલાર પેનલના માધ્યમથી કરશે. જો કે આના કારણે કોળસા સંયત્રોથી વિજળીના ઉત્પાદનોમાં ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીં કોરોના વાયરસને કારણે દેશભરમાં લાગેલા લોકડાઉનના કારણે વિજળીની માંગમાં 3 ટકાનો ઘટાડો નોંઘાયો છે.
