Skip to main content
Settings Settings for Dark

બેટરી વગરના ઇલેક્ટ્રિક ટૂ વ્હીલર અને થ્રી વ્હીલરના વેચાણ અને રજીસ્ટ્રેશનને મંજૂરી

Live TV

X
  • ઇલેકટ્રીક ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનોને ગતિ આપવા તેમજ પ્રદુષણ ઘટાડવા કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલયનો મુખ્ય ઉદેશ્ય

    કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે બેટરી વગરના ઇલેકટ્રીકટ વાહનોની નોંધણીને મંજુરી આપી દીધી છે. તમામ રાજ્યોના વાહન વ્યવહાર સચિવોને માર્ગદર્શિકા બહાર પાડતાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, બેટરી વગરના વાહનોનું વેચાણ અને નોંધણીની તપાસ એજન્સી દ્વારા ઇસ્યુ સર્ટીફીકેટ આધારે કરી શકાશે. મંત્રાલયે કહ્યું છે કે, નોંધણી માટે બેટરીના પ્રકાર સંબંધી કોઇપણ પ્રકારની માહિતીની જરૂર નથી. સડક પરિવહન મંત્રાલય દેશમાં ઇલેકટ્રીકલ વાહનોની ઉપયોગિતા વધારવા એક ઇકો-સિસ્ટમ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

    મંત્રાલયે પ્રદુષણ ધટાડવાના રાષ્ટ્રીય એજન્ડા હેઠળ રાજ્યોને આ યોજના ઉપર સાથે મળી કામ કરવા જણાવ્યું છે. ઇલેકટ્રીક ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનોને ગતિ આપવા મંત્રાલયે બેટરીવાળું અને બેટરી વગરના વાહનોને અલગ પાડવાની સુચના આપી છે. મહત્વનું છે કે, બેટરીવાળા વાહનોમાં બેટરી સહિતની કિંમત 30 થી 40 ટકા થાય છે, જ્યારે બેટરી વગરના વાહનો બજારમાં સરળતાથી વેચાઇ શકે છે. જેનો મુખ્ય ઉદેશ્ય પ્રદુષણ અને ક્રુડ આયાત ધટાડવાનો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply