Skip to main content
Settings Settings for Dark

બિહારના 16 જિલ્લાઓમાં 77 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત

Live TV

X
  • બિહારની મુખ્ય નદીઓ ભયજનક સપાટીથી ઉપર, તો હવામાન વિભાગે દિલ્હી, મુંબઈમાં પણ ભારે વરસાદની કરી આગાહી

    બિહારના 16 જિલ્લામાં પુરની સ્થિતિ ગંભીર બની છે. રાજ્યમાં 77 લાખથી વધુ લોકો પુરથી પ્રભાવિત થયા છે. બંગાહ, બસ્તીપુર, સહેસા, મુઝસ્તીપુર અને પૂર્વી ચંપારણ વધુ અસરગ્રસ્ત બન્યાં છે. આ વિસ્તારમાં ગંડક બરાજથી પાણી છોડાતા જળભરાવની સ્થિતિ ઉભી થઇ છે. પુરના કારણે અત્યાર સુધી 34 લોકોના મોત થયા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ રાહત-બચાવની કામગીરીમાં લાગી છે. 1 હજાર 211 રસોઇ ધરથી 9 લાખ પરિવારોને ભોજન પુરૂ પાડવામાં આવી રહ્યું છે. 12 હજાર લોકોને રાહત શિબિરોમાં પહોંચાડવામાં આવ્યા છે. ડીબીટી દ્વારા 6 લાખ 72 હજાર પુરપીડિત પરિવારોને 6 હજારની રકમ તેમના ખાતામાં જમા કર્યા છે. રાજ્યમાં હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ભારેથી મધ્યમ વરસાદનું અનુમાન કર્યું છે.

    આ સાથે મહારાષ્ટ્રમાં મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થયો છે. જો કે હવામાન વિભાગે મુંબઇ, થાણે, રાયગઢ, પાલઘર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યકત કરી છે. આ સાથે દિલ્હી એનસીઆરમાં પણ મોસમનો મિજાજ બદલાયો છે. મુશળધાર વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે. જો કે દિલ્હીના માર્ગો ઉપર જળભરાવની સ્થિતિ ઉભી થઇ છે. હવામાન વિભાગે આગામી બે દિવસ દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply