દેશના પ્રામાણિક કરદાતાઓ માટે નવું પ્લેટફોર્મ ‘પારદર્શી કરાધાન-ઈમાનદારનું સન્માન’લોન્ચ
Live TV
-
આ પ્લેટફોર્મ 21મી સદીના ટેક્સ સિસ્ટમના નવા અધ્યાયની શરૂઆત: PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના પ્રામાણિક કરદાતાઓ માટે નવું પ્લેટફોર્મ ‘પારદર્શી કરાધાન-ઈમાનદારનું સન્માન’લોન્ચ કર્યુ છે. આ અવસરે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પ્લેટફોર્મ 21મી સદીના ટેક્સ સિસ્ટમની શરૂઆત છે. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે, ફેસલેટ એસેસમેન્ટ અને ટેક્સપેયર ચાર્ટર જેવા મોટા સુધારાઓ આજથી લાગૂ થશે. આ ઉપરાંત પીએમએ ઉમેર્યુ હતું કે, દેશમાં સ્ટ્રક્ચરલ રિફોર્મસનો દોર એક નવા પડાવ પર પહોંચ્યો છે. આ પ્લેટફોર્મમાં ફેસલેસ એસેસમેન્ટ અને ટેક્સપેયર ચાર્ટર જેવા રિફોર્મ્સ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ટેક્સ સિસ્ટમ ભલે ફેસલેસ થઇ હોય પણ તે ટેક્સપેયરને ફેરનેસ અને ફિયરલેસનો વિશ્વાસ અપાવનારી સિસ્ટમ છે.
મહત્વનું છે કે, નાણામંત્રી નિર્મલા સીતારામણે ગત બજેટમાં ટેક્સપેયર્સ ચાર્ટર લાવવાની જાહેરાત કરી હતી. ગત સપ્તાહે પણ તેમણે આ ચાર્ટરને ઝડપથી લાગુ કરવાના સંકેત આપ્યા હતા. મંત્રાલયે જણાવ્યું કે, આવકવેરા વિભાગના કામકાજમાં પારદર્શિતા લાવવા માટે સી.બી.ડી.ટીએ ઘણા પગલા લીધા છે.
