પ્રધાનમંત્રી પારદર્શી કરાધાન-ઇમાનદારના સન્માન મંચ 'વેબ પોર્ટલનો કરશે શુભારંભ
Live TV
-
પ્રત્યક્ષ કર સુધારા પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શી બનાવશે આ પ્લેટફોર્મ, પોર્ટલ લાગુ થયા બાદ કર ભરવામાં સરળીકરણ થવાથી કરદાતાને થશે ફાયદો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇમાનદારનું સન્માન નામની પારદર્શી કરાધાન પોર્ટલની શરૂઆત કરાવશે. પ્રત્યક્ષ કર સુધારાની દિશામાં મહત્વપુર્ણ ઉપાય અંતર્ગત આ પોર્ટલનું ઉદધાટન તેઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કરાવશે. આ પોર્ટલ શરૂ થવાથી કરસુધારાની પ્રક્રિયા આગળ વધારવામાં મદદ મળશે. વિડિયો કોન્ફરન્સથી થનાર આ આયોજનમાં નાણામંત્રી નિર્મલા સિતારમણ, નાણા રાજયમંત્રી અનુરાગ ઠાકુર પણ હાજર રહેશે.
આ સાથે આવકવેરા અધિકારી અને પદાધિકારીઓ ઉપરાંત વિવિધ વાણિજ્ય મંડળો, વેપારી સંઘો અને ચાર્ટડ એકાઉન્ટન્ટ તેમજ જાણીતા કરદાતા આ કાર્યક્રમમાં સામેલ થશે. સરકારે સી.બી.ડી.ટીમાં હાલના વર્ષોમાં ઘણા સુધારા લાગુ કર્યા છે. કરસુધારા દરમાં ધટાડો અને પ્રત્યક્ષ કર કાયદામાં સરળીકરણ ઉપર ફોકસ રહ્યું છે. આ પોર્ટલ લાગુ થયા બાદ કર ભરવામાં સરળીકરણ થવાથી કરદાતાને ફાયદો થ
