એશિયાઈ સિંહોની સુરક્ષા માટે પ્રોજેક્ટ લાયન શરૂ કરાશે
Live TV
-
પ્રોજેક્ટ લાયનથી ગુજરાતના એશિયાટીક લાયનના સંરક્ષણને મળશે વધુ વેગ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી 74માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે સંબોધન કરતા એશિયાઈ સિંહોની સુરક્ષા અને સંવર્ધન પર પણ ભાર મુક્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે, સફળતા પૂર્વક પ્રોજેક્ટ ટાઈગર અને પ્રોજેક્ટ એલીફન્ટ બાદ હવે પ્રોજેક્ટ લાયનની શરૂઆત થશે. જેમાં એશિયાટિક સિંહોની રક્ષા સુરક્ષા પર વધુ ભાર મુકાશે. મહત્વનું છે કે, પ્રોજેક્ટ લાયનથી ગુજરાતના એશિયાટીક સિંહોના સંરક્ષણને વધુ વેગ મળશે. આ સાથે પ્રધાનમંત્રીએ પ્રોજેક્ટ ડોલ્ફિનને શરૂ કરવાની વાત કરી હતી.
