Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિત દિગ્ગજોએ આઝાદી પર્વની પાઠવી શુભેચ્છા

Live TV

X
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટવીટ કરીને દેશવાસીઓના સારા સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે કરી પ્રાર્થના

    દેશમાં 74માં સ્વાતંત્રપર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિત અનેક દિગ્ગજોએ દેશવાસીઓને આઝાદીના પર્વની શુભકામના પાઠવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટવીટ કરીને દેશવાસીઓના સારા સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે પ્રાર્થના કરી હતી. તો ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુએ દેશ માટે જાન ન્યોછાવર કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા, તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વીર જવાનોને યાદ કરી તમામ વીરોને નમન કર્યા હતા. આ સાથે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ 74માં સ્વાતંત્ર પર્વ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તો આ ઉપરાંત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ દેશવાસીઓને આઝાદીના પર્વની શુભેચ્છા આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply