Skip to main content
Settings Settings for Dark

કરતારપુર કોરિડોરને લઈને ખાસ દિવસ

Live TV

X
  • બંને દેશો વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થશે

    કરતાર પુર સાહિબ જવા માગતા શ્રદ્ધાળુઓ આજનો દિવસ ખૂબ જ ખાસ બની રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કરતારપુર કોરિડોર ખોલવા અને શ્રદ્ધાળુનું આવાગમન શરૂ કરવા આજે બન્ને દેશો વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થશે. એ પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી ભારતીય શ્રદ્ધાળુઓનુ પાકિસ્તાન જવાનો માર્ગ મોકળો થઈ જશે. જોકે ભારતે શ્રદ્ધાળુઓ પર કર લગાવવાના પાકિસ્તાનના નિર્ણયનો વિરોધ કર્યો છે. કોરિડોર શરૂ કરવાની સમજૂતી બાદ એક વેબ પોર્ટલ પણ શરૂ થવાની આશા છે. જેના દ્વારા શ્રદ્ધાળુઓ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. પાકિસ્તાનના કરતારપુર સ્થિત બાબા દરબાર સાહેબ જવા માટે શ્રદ્ધાળુઓ પાસે પાસપોર્ટ હોવો જોઈએ પરંતુ હવે તેના પર વિઝા મેળવવાની જરૂર નહીં રહે. પીએમ નરેન્દ્ર મોદી 9મી નવેમ્બેરે ડેરાબાબા સાહિબ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. અને પ્રથમ જથ્થાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply