5 વર્ષ પછી ફરીથી જનતાનો વિશ્વાસ મેળવીને વાપસી કરવી મોટી વાત : PM
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નમો એપના માધ્યમથી કાર્યકરો સાથે વીડિયો કોન્ફરન્સથી સંવાદ કર્યો..
મહારાષ્ટ્ર અને હરિયાણામાં થયેલી વિધાનસભાની ચૂંટણી પછી પ્રધાનમંત્રી મોદીનું ભાજપ મુખ્યાલયમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. પ્રધાનમંત્રીએ આ સમયે જીતની મુદ્રામાં કાર્યકરોનું અભિવાદન કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે, બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ ઈમાનદારીથી સાથે જનતાની સેવા કરી અને આવનારા પાંચ વર્ષોમાં બંને રાજ્યોની જનતાની સેવામાં કોઈ કસર બાકી નથી
PM મોદીએ કહ્યું, ‘‘જ્યારે દેશનો સામાન્ય ટ્રેન્ડ રાજ્યોમાં દર પાંચ વર્ષે સરકારો બદલવાનો છે ત્યારે આવા સમયે પાંચ વર્ષ બાદ ફરી બેસાડવાનો નિર્ણય ભાજપ અને તેના કામ કરવાની રીત પ્રત્યે જનતાના વિશ્વાસને પ્રગટ કરે છે. હું બન્ને પ્રદેશની જનતાને વિશ્વાસ અપાવું છું કે તમે આટલી માત્રામાં આશીર્વાદ આપ્યા છે.અમારી ટીમ નવી હતી, અનુભવ સામાન્ય પ્રકારનો હતો પરંતુ તેમ છતા પણ પાંચ વર્ષ સુધી અમે સેવા કરવાના અમારા ઉદ્દેશ્યથી ડગ્યા વિના તમારી સેવા કરી છે. હવે તમે ફરી અમને મોકો આપ્યો છે તો હું મહારાષ્ટ્ર અને હરિયાણાની જનતાને વિશ્વાસ આપવા માગુ છું કે તમારી સેવા કરવામાં અમે પાછલા પાંચ વર્ષથી પણ વધારે મહેનત કરીશું. ’’
PM મોદીએ કહ્યું, ‘‘મહારાષ્ટ્ર અને હરિયાણામાં મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્રજીનો પણ પહેલો અનુભવ , મનોહરલાલજીનો પણ પહેલો અનુભવ. આ બન્ને લોકો ક્યારેય પણ કોઇ સરકારમાં મંત્રી પણ ન હતા. મહારાષ્ટ્રમાં અમને ગત ચૂંટણીમાં પૂર્ણ બહુમત નહોતો મળ્યો. હરિયાણામાં પણ માત્ર બે સીટનો બહુમત મળ્યો હતો. તેમ છતાંય સૌને સાથે લઇને બન્ને મુખ્યમંત્રીઓએ , તેમની ટીમે પાંચ વર્ષ સુધી મહારાષ્ટ્ર અને હરિયાણાની જે સેવા કરી , ઈમાનદારી સાથે ,રાજ્યના વિકાસ માટે ,જનતાની ભલાઇ માટે અવિરત કાર્ય કરતા રહ્યા . અને તેનું પરિણામ છે કે આજે ફરી જનતાએ તેમના પર વિશ્વાસ દર્શાવ્યો છે. જનતાએ જે આશીર્વાદ આપ્યો છે તેમને અભિનંદન. મને વિશ્વાસ છે કે તેમના નેતૃત્વમાં આવનારા પાંચ વર્ષ મહારાષ્ટ્ર અને હરિયાણાના, વિકાસની નવી ઉંચાઇઓને પાર કરવાનો કાર્યકાળ રહેશે તેવો મને ભરોસો છે. કોઇ પણ પ્રકારનો દાગ લગાવ્યા વિના સરકાર ચલાવી તેથી તેમને આજે જનસમર્થન મળ્યું છે.
