મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાની પક્કડ મજબુત, હરિયાણામાં ત્રિશંકુ સરકારના એંધાણ
Live TV
-
મહારાષ્ટ્રની 288 બેઠકોમાંથી 224 બેઠકોના પરિણામ જાહેર થઈ ગયા છે. જેમાં ભાજપના ફાળે 78 બેઠકો, શિવસેનાને 46 બેઠકો, એનસીપીને 48 અને કોંગ્રેસના ફાળે 29 બેઠકો આવી છે. તો હરિયાણાની 90 બેઠકોમાંથી 85 બેઠકોના પરિણામ આવી ગયા છે. જેમાં ભાજપને 35 બેઠક, કોંગ્રેસને 31 બેઠક, જેજેપીએ 10 અને ઈનેલોએ એક બેઠક પર જીત મેળવી છે
મહારાષ્ટ્ર વિધાનસભાની 288 અને હરિયાણાની 90 વિધાનસભા બેઠકના પરિણામ આવી રહ્યા છે. મહારાષ્ટ્રની 288 બેઠકોમાંથી 224 બેઠકોના પરિણામ જાહેર થઈ ગયા છે. જેમાં ભાજપના ફાળે 78 બેઠકો, શિવસેનાને 46 બેઠકો, એનસીપીને 48 અને કોંગ્રેસના ફાળે 29 બેઠકો આવી છે. તો હરિયાણાની 90 બેઠકોમાંથી 85 બેઠકોના પરિણામ આવી ગયા છે. જેમાં ભાજપને 35 બેઠક, કોંગ્રેસને 31 બેઠક, જેજેપીએ 10 અને ઈનેલોએ એક બેઠક પર જીત મેળવી છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન 151 સીટથી આગળ ચાલી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ-એનસીપી ગઠબંધનને 99 બેઠકો મળી છે. આમ મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાની, કોંગ્રેસ-એનસીપી ગઠબંધન સાથે ટક્કર જોવા મળી રહી છે. જ્યારે હરિયાણામાં ભાજપની સીધી કોંગ્રેસ સાથે ટક્કર જોવા મળી રહી છે. મહત્વનું છે કે, 21 ઓક્ટોબરે મહારાષ્ટ્રમાં 61.24 ટકા અને હરિયાણામાં 66.47 ટકા મતદાન નોંધાયું હતું. જો કે આ વખતે બંને રાજ્યોના મતદાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો
