કરતારપુર સાહિબ કોરિડોર શરૂ કરાશે
Live TV
-
23 ઓક્ટોબરે કરતારપુર સાહિબ કોરિડોર સમજૂતિ પર હસ્તાક્ષર કરવા માટે તૈયાર છે. આવતીકાલે બંને દેશો વચ્ચે કરતારપુર કોરિડોર શરૂ કરવા માટેના ઔપચારિક હસ્તાક્ષર થશે.
ભારતે પાકિસ્તાનને કહ્યું છે કે, તેઓ 23 ઓક્ટોબરે કરતારપુર સાહિબ કોરિડોર સમજૂતિ પર હસ્તાક્ષર કરવા માટે તૈયાર છે. આવતીકાલે બંને દેશો વચ્ચે કરતારપુર કોરિડોર શરૂ કરવા માટેના ઔપચારિક હસ્તાક્ષર થશે. જો કે, ભારતે પાકિસ્તાન દ્વારા તીર્થયાત્રીઓ પર 20 અમેરિકી ડોલર શુલ્ક લેવાને ખુબજ નિરાશાજનક ગણાવ્યું છે. ભારતે સતત પાકિસ્તાનને આગ્રહ કર્યો છે કે, શ્રદ્ધાળુઓની ઈચ્છાને જોતા આ પ્રકારનું શુલ્ક ન લેવું જોઈએ. ભારતે કહ્યું કે, કોઈ ગુરૂદ્વારાના દર્શન કરવા માટે પૈસા લેવામાં આવે કે કોઈ પ્રકારનું શુલ્ક વસુલાય તે સમગ્ર ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડે તેવી બાબત છે. આ તરફ પાકિસ્તાનનું કહેવું છે કે તેમને કરતારપુર સાહીબ ગુરૂદ્વારાના મેઈન્ટેનન્સ અને વ્યવસ્થા જાળવણી માટે આ માત્ર મામુલી વિઝા શુલ્ક છે જે પાકિસ્તાન સરકાર લેશે
