Skip to main content
Settings Settings for Dark

સિયાચીન બેઝ કેમ્પથી કુમાર પોસ્ટ સુધીનું ક્ષેત્ર પર્યટન માટે શરૂ કરાશે

Live TV

X
  • લદાખ ક્ષેત્રમાં પર્યટનને પ્રોત્સાહન આપવા આ પગલું લેવામાં આવ્યું છે. સિયાચીન ગ્લેશિયર પ્રદેશ વિશ્વનું સૌથી ઉંચે આવેલું સૈન્ય ક્ષેત્ર છે.

    સંરક્ષણમંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે સરકારે સિયાચીન બેઝ કેમ્પથી કુમાર પોસ્ટ સુધીનું ક્ષેત્ર પર્યટન માટે શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું છે કે લદાખ ક્ષેત્રમાં પર્યટનને પ્રોત્સાહન આપવા આ પગલું લેવામાં આવ્યું છે. ખરાબ હવામાન ધરાવતા દુર્ગમ ક્ષેત્રોમાં કામ કરી રહેલા સૈન્યના જવાનો અને એન્જિનીયર્સની સંરક્ષણમંત્રીએ સરાહના કરી હતી. કારાકોરમ રેન્જમાં અંદાજે વીસ હજાર ફૂટની ઉંચાઈએ આવેલો સિયાચીન ગ્લેશિયર પ્રદેશ વિશ્વનું સૌથી ઉંચે આવેલું સૈન્ય ક્ષેત્ર છે. 1984માં હાથ ધરાયેલા ઓપરેશન મેધદૂત પછી આ ક્ષેત્ર ભારતના નિયંત્રણમાં છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply