કલમ 370 હટાવવા મામલે થયેલી અરજી મુદ્દે સરકારને જવાબ આપવા ચાર સપ્તાહનો સમય
Live TV
-
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને જવાબ આપવા ચાર સપ્તાહનો સમય આપ્યો
અનુચ્છેદ 370 હેઠળ જમ્મુ-કશ્મીરને મળેલો વિશેષ દરજ્જો દુર કરવા અને રાજ્યને બે ભાગમાં વહેંચવાની વિરુદ્ધ થયેલી અરજીઓનો જવાબ આપવા સુપ્રિમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને ચાર સપ્તાહનો સમય આપ્યો છે.
અનુચ્છેદ 370 હેઠળ જમ્મુ-કશ્મીરને મળેલો વિશેષ દરજ્જો દુર કરવા અને રાજ્યને બે ભાગમાં વહેંચવાની વિરુદ્ધ થયેલી અરજીઓનો જવાબ આપવા સુપ્રિમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને ચાર સપ્તાહનો સમય આપ્યો છે. સુપ્રિમમાં આ કેસની હવે પછીની સુનાવણી 14 નવેમ્બરે યોજાશે- જસ્ટિસ એન.વી.રમન્નાના અધ્યક્ષપદે રચાયેલી પાંચ ન્યાયમુર્તિની બંધારણીય પીઠ જમ્મુ કાશ્મિરને અનુચ્છેદ 370 હેઠળ મળેલા વિશેષ દરજ્જાની જોગવાઈ રદ કરવા વિરુદ્ધ થયેલી અરજીઓની સુનાવણી કરી રહી છે.
