ખેલ મંત્રાલય તરફથી આજે પ્લોગ રનનો પ્રારંભ કરાયો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ફીટ ઈન્ડિયા અભિયાન હેઠળ ખેલ મંત્રાલય તરફથી આજે રાષ્ટ્રવ્યાપી ફીટ ઈન્ડિયા પ્લોગ રનનો પ્રારંભ કરાયો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ફીટ ઈન્ડિયા અભિયાન હેઠળ ખેલ મંત્રાલય તરફથી આજે રાષ્ટ્રવ્યાપી ફીટ ઈન્ડિયા પ્લોગ રનનો પ્રારંભ કરાયો હતો. ખેલ મંત્રી કિરણ રિજીજૂએ દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમથી પ્લોગ રનનો ઝંડો ફરકાવીને તેનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ખેલ મંત્રી કિરણ રિજીજૂની સાથે ભાજપના નેતા મનોજ તિવારી, અને પહેલવાન બજરંગ પૂણિયા સહિત ખેલ જગતની તમામ હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. આ અભિયાન અંતર્ગત પ્લોગિંગમાં જોગિંગ કરતા પોતાની ચારે તરફ ફેલાયેલા પ્લાસ્ટિક સહિત અન્ય કચરો ઉઠાવવામાં આવે છે. જેનાથી સ્વચ્છતા અને સ્વાસ્થય એમ બે ફાયદા થાય છે. અને દેશને સ્વચ્છતાની સાથે ફીટ પણ રાખી શકાય છે.
