Skip to main content
Settings Settings for Dark

કાશ્મીર : આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં હિઝબુલના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા

Live TV

X
  • જમ્મુ અને કાશ્મીરમાં, દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં સલામતી દળો દ્વારા અડધી રાતે શરૂ કરાયેલા આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં હિઝબુલ મુજાહિદ્દીનના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા અને એક સૈનિક ઘાયલ થયો હતો.

    ડિરેક્ટર જનરલ પોલીસ દિલબાગસિંહે જણાવ્યું હતું કે નાસિર ચડરૂઓ જે હિઝબુલ મુજાહિદ્દીન ગ્રુપનો કમાન્ડર હતો તેનું  પાઝલપોરા વિસ્તારમાં  એન્કાઉન્ટર કરવામાં આવ્યું. આ ઉપરાંત, તેમણે બીજા એક  આતંકીને જાવૈદ અહમદ તરીકે ઓળખાવ્યો હતો . વધુમાં, દિલબાગસિંહે ઉમેર્યું કે ત્રણેય આતંકવાદ સંબંધિત અનેક પ્રવૃત્તિઓમાં સામેલ હતા. ડીજીપીએ જણાવ્યું હતું કે એક સૈનિકના પગમાં ગોળીની ઈજા છે અને તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.

    સૂત્રોએ જણાવ્યું કે ત્રીજો અજાણ્યો આતંકવાદી જમ્મુ પ્રાંતના રિયાસી જિલ્લાનો છે. જો કે અધિકારીઓએ હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી. સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે એન્કાઉન્ટર સ્થળ પરથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. તેઓએ કહ્યું કે સુરક્ષા દળોની સંયુક્ત ટીમે પાઝલપોરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશેની ચોક્કસ માહિતીના આધારે કામગીરી શરૂ કરી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply