INX મીડિયા કેસમાં મામલે ઇડીએ પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની તિહાર જેલમાંથી ધરપકડ કરી
Live TV
-
2 કલાકની પૂછપરછ કર્યા બાદ કરી ધરપકડ
દિલ્હી કોર્ટે એન્ફોર્સમેન્ટ ડીરેકટરેટને આઈ.એન.એક્સ મીડિયા કેસમાં કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમની 30 મિનિટ સુધી પુછપરછ કરવા મંજૂરી આપી છે. ઈ.ડી.આજે દિલ્હીની તિહાડ જેલમાં ચિદમ્બરમની પૂછપરછ કરી હતી.
આ પહેલાં તેમને અટકાયતમાં લેવા અને તેમની પુછપરછ કરવા માટેની માંગ સંબંધીત ઈડીની અરજીને માન્ય રાખી છે અને ઈડીએ જ પી. ચિદમ્બરમની ધરપકડ કરી છે. આ મામલે 17 ઓક્ટોબર સુધી કસ્ટડીમાં છે.
યુપીએ સરકારમાં નાણામંત્રી રહી ચુકેલાં પી.ચિદમ્બર સામે એન્ફોર્સમેન્ટ ડીરેકટરેટ દ્વારા આઈ.એન.એક્સ. મીડિયા ધન સંશોધન મામલામાં દાખલ કરવામાં આવેલી અરજીને લઈને મંગળવારે દિલ્હીની એક અદાલતમાં પણ રજૂ કરવામાં આવ્યા હતાં
