ગેંગસ્ટર સાથે વ્યવસાયિક સંબંધો ને લઈ એનસીપીના નેતા પ્રફુલ પટેલની ઇડી કરશે પૂછપરછ
Live TV
-
18 ઓક્ટોબરના રોજ ઇડી સમક્ષ હાજર રહેવાનું સમન્સ પાઠવાયું
ગેંગસ્ટર સાથે વ્યવસાયિક સંબંધો ને લઈને દેશના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એનસીપીના નેતા પ્રફુલ પટેલ સાથે એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ પૂછપરછ કરશે. પ્રફુલ પટેલને આ મામલે 18 ઓક્ટોબરે ઇડી સમક્ષ હાજર રહેવા માટેનું સમન્સ પાઠવાયું છે.
તેમની મુંબઈ સ્થિત ઈડીના કાર્યલયમાં પુછપરછ કરવામાં આવશે. હાલમાંજ ઈડીની તપાસમાં દાઉદનો સાગરીત અને ગેંગસ્ટર ઈકબાલ મીર્ચી સાથે જોડાયેલી અનેક સંપતિઓનો ખુલાસો થયો હતો.
તેમાંથી કેટલીક વિવાદાસ્પદ સંપત્તીઓનો સંબધ પ્રફુલ પટેલ અને તેમની પત્ની સાથે છે. આ જ મામલે ઈડી વિસ્તારથી પુછપરછ કરશે. તો પ્રફુલ પટેલે આ મામલે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
