Skip to main content
Settings Settings for Dark

મુંબઇમાં ભાજપે ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર

Live TV

X
  • રાજ્યના પાંચ કરોડ લોકોને માટે રોજગારી આપવાનો કરાયો વાયદો

    મહારાષ્ટ્ર વિધાન સભા ચૂંટણી ને આડે હવે એક સપ્તાહ થી પણ ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ મુંબઈ માં ગઈકાલે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે ભાજપ ના કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ ની ઉપસ્થિતિ માં પક્ષ નો ઘોષણા પત્ર જાહેર કર્યો હતો. 
    જેમાં રાજ્યના પાંચ કરોડ લોકોને માટે રોજગારી આપવાનો વાયદો કરાયો છે. આ સાથે જ મહારાષ્ટ્રને અછતમુક્ત રાજ્ય બનાવવાનું પણ વચન આપતા કહેવાયું છે કે મરાઠવાડા જલ ગ્રીડ પરિયોજના અંતર્ગત 11 ડેમ બનાવવામાં આવશે. જેને દુષ્કાળગ્રસ્ત ક્ષેત્રો સાથે જોડીને પાઈપલાઈનના માધ્યમથી આ ડેમનું પાણી ઘર ઘર સુધી પહોંચાડવામાં આવશે.
    તો એક કરોડ પરિવારોને રોજગાર ઉપલબ્ધ કરાવવા માટે મહિલા સ્વ સહાયતા સમૂહો સાથે જોડવામાં આવશે. ચૂંટણી ઢંઢેરામાં એ પણ કહેવાયું છે કે બેઘર લોકોને 2022 સુધી મકાનો પૂરા પાડવામાં આવશે. જ્યાં પાણીના કનેક્શન સહિતની પણ વ્યવસ્થા હશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા માટે 21 ઓક્ટોબરે મતદાન થવાનું છે. જ્યારે 24 ઓક્ટોબરે મત ગણતરી હાથ ધરાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply