કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આસામમાં 188 કરોડની યોજનાઓનો શિલાન્યાસ કરશે
Live TV
-
ગૃહમંત્રી અમિત શાહ બુધવારે મોડી રાતે આસામની રાજધાની ગુવાહાટી પહોચ્યા હતા.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આસામનાં પ્રવાસે છે, ત્યારે તેઓ આજે નગાંવ જિલ્લામાં શંકરદેવનાં જન્મસ્થળ બતાદ્રવ મઠની મુલાકાત લેશે. સાથે મઠનાં વિકાસ અને સૌંદર્ય સાથે જોડાયેલી 188 કરોડની યોજનાઓનો શિલાન્યાસ કરશે. ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રી અમિત શાહ બુધવારે મોડી રાતે આસામની રાજધાની ગુવાહાટી પહોચ્યા હતા જ્યાં તેમનું શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ'ના ઉદ્ધાટનમાં ગઈ કાલે આપી હતી હાજરી
મહત્વનું છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઈ કાલે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ'નું ઉદ્ધાટન કર્યુ. સાથે સાથે સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટસ એન્કલેવનું ભુમિ પુજન પણ કર્યું. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી રમત ગમત વિભાગ કિરણ રીજીજુ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ગુજરાત ક્રિકેટ એસોશીએશનના હોદેદારો અને BCCIના અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉદ્ઘાટન બાદ ભારત અને ઇગ્લેંડ વચ્ચેની ડે નાઇટ ટેસ્ટ મેચ શરૂ થઈ. ભારત અને ઇગ્લેંડ વચ્ચેની વર્તમાન સિરિઝની આ ત્રીજી ટેસ્ટ છે.
