પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુડુચેરીમાં વિકાસ કાર્યો તથા પરિયોજનાઓનો શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કર્યા
Live TV
-
પુડુચેરીમાં જનસભા સંબોધન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમીલનાડુ અને પુડુચેરીની મુલાકાતે છે. ત્યારે તેઓ અનેક વિકાસની યોજનાઓ દેશને સમર્પીત કરશે. પુડુચેરીની યાત્રામાં પીએમ મોદીએ જવાહરલાલ સ્નાતકોત્તર આયુવિજ્ઞાન ચીકિત્સા અને અનુસંધાન સંસ્થાનનાં કરઈકલ કેમ્પસની આધારશિલા મુકી. તેમજ રાષ્ટ્રીય રાજમાર્ગ 45 એનાં અંતર્ગત 56 કિલોમીટર લાંબા સત્તાનાથપુરમ કરઈકલ ફોર લેનનો પણ શિલાન્યાસ કર્યો.
પ્રધામંત્રીએ પુડુચેરીમાં એક જનસભાને પણ સંબોધિત કરી. તેમજ 44 કરોડના ખર્ચે પુડુચેરીમાં એક લધુ બંદર તેમજ ઈન્દિરા ગાંધી ખેલ પરિસરમાં 7 કરોડના ખર્ચે તૈયાર થનાર સિન્થેટીક ટ્રેક નિર્માણનું શિલાન્યાસ કર્યું. તેઓ ચીપમેરમાં બ્લડ સેન્ટરની સાથે એસ.એ.આઈ કન્યા છાત્રાલય અને પુન: નિર્મીત હેરિટેજ મેરી ઈમારતનું પણ ઉદ્ધાટન કર્યું.
