પ્રધાનમંત્રી મોદી આજે તમીલનાડુ અને પુડુચેરીની મુલાકાતે, અનેક વિકાસની યોજનાઓ દેશને સમર્પિત કરશે
Live TV
-
તમીલનાડુ અને પુડુચેરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેક વિકાસના કાર્યો દેશમાં સમર્પિત કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમીલનાડુ અને પુડુચેરીની મુલાકાતે છે. જ્યાં તેઓ અનેક વિકાસની યોજનોને દેશને સમર્પિત કરશે. પુડુચેરીની યાત્રામાં પીએમ મોદી જવાહરલાલ સ્નાતકોત્તર આયુવિજ્ઞાન ચીકિત્સા અને અનુસંધાન સંસ્થાનનાં કરઈકલ કેમ્પસની આધારશિલા મુકશે. તેમજ રાષ્ટ્રીય રાજમાર્ગ 45 એનાં અંતર્ગત 56 કિલોમીટર લાંબા સત્તાનાથપુરમ કરઈકલ ફોર લેનનો પણ શિલાન્યાસ કરશે.
આત્મનિર્ભર ભારત તરફ એક ડગલું
પ્રધાનંત્રી પુડુચેરીમાં એક જનસભાને પણ સંબોધશે. તેમજ 44 કરોડના ખર્ચે પુડુચેરીમાં એક લધુ બંદર તેમજ ઈન્દિરા ગાંધી ખેલ પરિસરમાં 7 કરોડના ખર્ચે તૈયાર થનાર સિન્થેટીક ટ્રેક નિર્માણનું શિલાન્યાસ કરશે. તેઓ ચીપમેરમાં બ્લડ સેન્ટરની સાથે એસ.એ.આઈ કન્યા છાત્રાલય અને પુન: નિર્મીત હેરિટેજ મેરી ઈમારતનું પણ ઉદ્ધાટન કરશે. ત્યાં જ પ્રધાનમંત્રી તેઓનાં તમીલનાડુની મુલાકાત દરમ્યાન આત્મનિર્ભર ભારતની તરફ એક ડગલું આગળ વધાવતા 1 હજાર મેગાવોટની ક્ષમતા ધરાવતા નવા થર્મલ પાવર યોજના નવ્યેલીને રાષ્ટ્રને સમર્પીત કરશે. જેનાથી ન માત્ર તમીલનાડુ પરંતુ તમીલનાડુના બોર્ડરનાં રાજ્યોને પણ ફાયદો થશે.
709 મેગાવોટ સૌરઉર્જા પ્રોજેક્ટને પણ દેશને સમર્પીત
જે સિવાય પ્રધાનમંત્રી મોદી 2,617 એકરમાં ફેલાયેલા 709 મેગાવોટ સૌરઉર્જા પ્રોજેક્ટને પણ દેશને સમર્પીત કરશે. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાગરમાલા કાર્યક્રમ અંતર્ગત બંદર અને આધુનિકની સાથે વિકસીત બનાવવાનાં ઉદ્દેશ્ય સાથે ચિદ્મબરનાર બંદર પર 8 લેનનાં કોરામપલ્લ્મ બ્રિજ અને રેલ્વે ઓવરબ્રિજનું પણ ઉદ્ધાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તમીલનાડુ સ્લમ ક્લીયરન્સ બોર્ડ દ્વારા 330 કરોડનાં ખર્ચે તૈયાર થયેલા ટેનામેન્ટનું પણ ઉદ્ધાટન કરશે. તેમજ કોઈમ્બતુરમાં એક વિશાળ જનસભાને પણ સંબોધીત કરશે.
