કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશની આતંરિક સુરક્ષા સ્થિતિની સમિક્ષા કરી
Live TV
-
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ , ગૃહસચિવ રાજીવ ગોવા, ગુપ્તચર બ્યૂરોના પ્રમુખ રાજીવ જૈન, અને અન્ય અધિકારીઓએ તેમને દેશની વર્તમાન પરિસ્થિતિને લઈને અવગત કરાવ્યા.ગૃહમંત્રીને દેશની આંતરિકની સાથે જમ્મુ-કાશ્મીર ખાસ તો સરહદની સ્થિતિને લઈને અવગત કરાવ્યા હતાં.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે દેશની આંતરિક સુરક્ષા સ્થિતિની સમિક્ષા કરી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ , ગૃહસચિવ રાજીવ ગોવા, ગુપ્તચર બ્યૂરોના પ્રમુખ રાજીવ જૈન, અને અન્ય અધિકારીઓએ તેમને દેશની વર્તમાન પરિસ્થિતિને લઈને અવગત કરાવ્યા.ગૃહમંત્રીને દેશની આંતરિકની સાથે જમ્મુ-કાશ્મીર ખાસ તો સરહદની સ્થિતિને લઈને અવગત કરાવ્યા હતાં.ગૃહમંત્રી અમિત શાહ નિયમીત સુરક્ષા-સમિક્ષા બેઠક યોજે છે. અને તેમને દેશેના નવિનત્તમ અને આંતરિક હાલતની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. ગૃહમંત્રી અમિત શાહ સામે જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિ મોટો પડકાર છે. અને રાજ્યમાં આવનારા સમયમાં રા્જયમાં વિધાનસભાની ચૂંટણી પણ કરાવવાની પણ સરકારના એજન્ડામાં છે.
