પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 જૂનથી બે દિવસીય વિદેશયાત્રા પર જશે
Live TV
-
વિદેશમંત્રાલયે જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ બંને દેશો વચ્ચેના સંબંધો સુદ્રઢ બનાવવાના તેમજ હાલનાં ઘટનાક્રમોની સમિક્ષા અને વિચાર વિમર્સનો એક મહત્વપૂર્ણ અવસર પ્રદાન કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 8 જૂનથી બે દિવસીય યાત્રા પર માલદીવના પ્રવાસે જશે. લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ ફરી પ્રધાનમંત્રી પદે આરૂઢ થયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ પહેલો પ્રવાસ હશે. વિદેશમંત્રાલયે જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ બંને દેશો વચ્ચેના સંબંધો સુદ્રઢ બનાવવાના તેમજ હાલનાં ઘટનાક્રમોની સમિક્ષા અને વિચાર વિમર્સનો એક મહત્વપૂર્ણ અવસર પ્રદાન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9 જૂને શ્રીલંકાના પ્રવાસે પણ જશે. આ બાબતે વિદેશમંત્રાલયે જણાવ્યું છે કે, માલદીવ અને શ્રીલંકાનો પ્રવાસ ભારતની તે પ્રાથમિક્તાને દર્શાવે છે કે પહેલા તેમની પાડોશી દેશ તરફની નીતિ અને સાગર સિદ્ધાંતને આપે છે.
