દેશના સૌથી મોટા મીડિયા સમૂહ DD NEWSના આધુનિક DSNG વાહનોનું લોકાર્પણ
Live TV
-
ડીડી ન્યૂઝની ખબરો હવે સૌથી ઝડપી અને સૌથી સચોટ બની રહેશે. દેશના સૌથી મોટા મીડિયા સમૂહ ડીડી ન્યૂઝમાં આધુનિક વાહનો ઓબી વેન એટલે કે ડીએસએનજી વાહનોનું લોકાર્પણ કરવામા આવ્યું. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે લીલી ઝંડી આપીને આ વાહનોનું લોકાર્પણ કર્યુ હતું.
ડીડી ન્યૂઝની ખબરો હવે સૌથી ઝડપી અને સૌથી સચોટ બની રહેશે. દેશના સૌથી મોટા મીડિયા સમૂહ ડીડી ન્યૂઝમાં આધુનિક વાહનો ઓબી વેન એટલે કે ડીએસએનજી વાહનોનું લોકાર્પણ કરવામા આવ્યું. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે લીલી ઝંડી આપીને આ વાહનોનું લોકાર્પણ કર્યુ હતું. આ પહેલા મંત્રી પ્રકાશ જાવડેકરે આ વાહનોનું નિરીક્ષણ કર્યુ હતું અને તેના વિશે માહિતી પણ મેળવી હતી. આ પ્રસંગે દુરદર્શન, ડીડી ન્યૂઝ અને પ્રસાર ભારતીના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતાં. દુરદર્શનના દર્શકોને જણાવી દઈએ કે સમાચારોમાં જ્યારે આપ જીવંત પ્રસારણ જુઓ છો તેના માટે ખાસ પ્રકારના આધુનિક વાહનની જરૂર પડે છે. જેમાં તમામ પ્રકારની સુવિધા હોય છે.
