Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મંત્રીમંડળે ટેલિકોમ ક્ષેત્ર માટે ઉત્પાદન સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજનાને આપી મંજૂરી

Live TV

X
  • કેન્દ્રીય મંત્રીમંડળે ટેલિકોમ ક્ષેત્ર માટે ઉત્પાદન સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે... મંત્રીમંડળની બેઠક બાદ કેન્દ્રીય દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે,  આ યોજના હેઠળ 1 ખરબ 21 અરબ 95 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે... વધુમાં તેમણે કહ્યું કે, તેનાથી 40 હજાર લોકો માટે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે રોજગારીનું સર્જન થશે... તો પ્રેસ કોન્ફરન્સમાં વૈશ્વિક મોબાઈલ ઉત્પાદન કંપનીઓને ભારતમાં રોકાણ કરવાની અપીલ પણ કરવામાં આવી હતી... આ ઉપરાંત કેબિનેટે બાળ સંરક્ષણ મજબૂત બનાવવા જુવેનાઈલ જસ્ટિસ એક્ટ, 2015માં સંશોધનને પણ મંજૂરી આપી દીધી છે... આ અંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, આ સંશોધનથી જિલ્લા અધિકારીઓની સાથે સાથે અન્ય અધિકારીઓ પણ દરેક જિલ્લામાં આ કાયદો લાગુ કરવા પર પ્રત્યક્ષ નિરીક્ષણ કરશે... મંત્રીમંડળે મોરેશિયસ સાથે વ્યાપક આર્થિક સહયોગ અને મુક્ત વ્યાપાર કરારને પણ મંજૂરી આપી છે... સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, ભારત તથા મોરેશિયસ વચ્ચેના વેપાર સંબંધો આ કરાર થકી વધુ મજબૂત બનશે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply