કેન્દ્રીય માહિતી – પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુર આજે રાયપુરમાં યુવા-ર૦ પરામર્શ કાર્યક્રમમાં ભાગ લેશે.
Live TV
-
IIM-રાયપુર ધ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે
કેન્દ્રીય માહિતી – પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુર આજે રાયપુરમાં યુવા-ર૦ પરામર્શ કાર્યક્રમમાં ભાગ લેશે.આઇઆઇએમ – રાયપુર ધ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમની વિષય વસ્તુ – શાંતી નિર્માણ અને સમાધાન છે. કાર્યક્રમમાં છત્તીસગઢની ૭પ કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત રપ૦ જેટલા ભારત તથા વિદેશના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ કાર્યક્રમમાં ઠાકુર યુવાઓ સાથે સંવાદ પણ કરશે.ઉલ્લેખનીય છે કે યુવા-ર૦ એ જી-ર૦ પરિષદનો યુવાઓ સાથે જોડાવાનું માધ્યમ છે. જેના ધ્વારા વિવિધ વિષયો પર યુવાઓના મંતવ્યો – વિચારો મેળવી શકાય છે.
