શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે નવી દિલ્હી ખાતે વિશ્વ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કરશે
Live TV
-
આ મેળામાં 2 હજારથી વધુ સ્ટોલ ઉભા કરાશે જેમાં 1 હજારથી વધુ પુસ્તક પ્રકાશકો ભાગ લેશે
કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે નવી દિલ્હી ખાતે વિશ્વ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કરશે. પ્રગતિ મેદાન ખાતે યોજાનાર આ નવ દિવસીય પુસ્તક મેળામાં 'આઝાદી કા અમૃત મહોત્સવ' થીમ પર ધ્યાન કેન્દ્રિત કરતી કેટલીક સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.
આ મેળામાં 2 હજારથી વધુ સ્ટોલ ઉભા કરાશે જેમાં 1 હજારથી વધુ પુસ્તક પ્રકાશકો ભાગ લેશે. આ મેળામાં ફ્રાન્સ ગેસ્ટ ઓફ ઓનર કન્ટ્રી તરીકે ભાગ લઇ રહયું છે. મેળામાં G20 સભ્ય દેશોના પુસ્તકોનું પ્રદર્શન પણ યોજવામાં આવશે.
પુસ્તક મેળા સાથે વિવિધ સેમિનાર, પરિષદો, પુસ્તક વિમોચન, સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિવિધ વ્યાવસાયિક ઇવેન્ટ્સ યોજાશે.સવારે 11 થી સાંજના 8 વાગ્યા સુધી ખુલ્લો રહેનાર આ મેળામાં શાળાના બાળકો, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોને મફત પ્રવેશ અપાશે.
