Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકાર રમકડા ઉદ્યોગને શક્ય તમામ સહાય આપશે-વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલ

Live TV

X
  • કેન્દ્ર સરકાર રમકડા ઉત્પાદનોના કલસ્ટર સ્થાપવા, વેપારમાં સુગમતા લાવવા, પર્યાવરણને લગતી મંજૂરી ઝડપથી આપવા સહિત રમકડા ઉદ્યોગને શક્ય તમામ સહાય આપશે.વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે ગઈકાલે રાષ્ટ્રીય રમકડા મેળો – 2021ના CEOના સત્રમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહયું કે, જ્યાં રમકડા ઉત્પાદનના કલસ્ટરો રચાશે ત્યાં રમકડાઓની ગુણવત્તાની ચકાસણી કરવાની વ્યવસ્થા ઉભી કરાશે. શ્રી ગોયલે સ્થાનિક રમકડા ઉત્પાદકોને રમકડાની ગુણવત્તા વધારવા અનુરોધ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી ગઈકાલે ભારતીય રમકડા મેળાનું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતીય રમકડા મેળો – ર૦ર૧ દેશની વર્ષો જુની પરંપરા મજબુત બનાવવાની સાથે સાથે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવશે.તેમણે કહયું કે ભારતના પરંપરાગત રમકડા કુદરતી તત્વો, રંગો અને પર્યાવરણને અનુકુળ હોવાથી સલામત છે. પ્રધાનમંત્રીએ પર્યાવરણ અને બાળમાનસને ધ્યાનમાં લઇને નવા રમકડા બનાવવા અનુરોધ કર્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply