કોવિડ વેકસિન હવે ખાનગી હોસ્પિટલમાં પણ અપાશે
Live TV
-
કોવિડ વેક્સિનેશન ક્ષમતાને અનેકગણી કરવા માટે ખાનગી હોસ્પિટલ પણ મોટી સંખ્યામાં સામેલ થઇ રહી છે. આયુષમાન ભારત યોજના હેઠળ 10 હજાર હોસ્પિટલને સીજીએચએસ હેઠળ રાજ્ય સરકારને આધિન કરતી હોસ્પિટલમાં સુચિબદ્ધ કરવામાં આવી છે. સરકારી રસીકરણ કેન્દ્રો પર વિનામુલ્યો વેક્સિન ડોઝ મળશે અને તે ખર્ચનું વહન કેન્દ્ર સરકાર કરશે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે કોવિડ વેક્સિન સેન્ટરના રૂપમાં કામ કરી રહેલી ખાનગી હોસ્પટલમાં પ્રતિ વ્યક્ત અને પ્રિતિ ડોઝ 250 રૂપિયા લેવામાં આવશે. તે અરસામાં સરકાર કોવિડ-19ના વધી રહેલા કેસને મુદે સતર્ક છે. મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, તામિલનાડુ અને ગુજરાત સહિતના આઠ રાજ્યમાં એક દિવસમાં કોવિડના સામે આવતા કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે. મહારાષ્ટ્રમાં 8000 નવા કેસ સામે આવ્યા છે. તે અરસામાં અમરાવતીમાં લોકડાઉન અમલી કરવામાં આવ્યું છે. ભારતમાં સક્રીય કેસની કુલ સંખ્યા 1 લાખ 59 હજારથી વધી ગઇ છે. દેશમાં વીતેલા 24 કલાક દરમિયાન 16,000થી વધુ નવા કેસ નોંધાયા હતા. 85.75 ટકા નવા કેસ છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં નોંધાયા છે.
