કેબિનેટ બેઠકમાં ખેડૂતોને દિવાળી ભેટ
Live TV
-
MTNL અને BSNLનું મર્જર, દિલ્લીની ગેરકાયદે કોલોની કાયદેસર થશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદ કરીને ટેલિકોમ સેક્ટરમાં તેમજ ખેડૂતો માટે લેવામાં આવેલા કેટલાક મહત્વના નિર્ણયો વિશે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, દિલ્હીમાં અંદાજે 1797 ગેરકાયદે કોલોનીને કાયદેસર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો સીધો ફાયદો 40 લાખ લોકોને થશે. તો એમટીએનએલ અને બીએસએનએલનું મર્જર કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. બંને કંપનીઓના રિવાઈવલ માટે સરકાર 29,937 કરોડ ખર્ચ કરશે.
કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયોમાં ખેડૂતલક્ષી નિર્ણય પણ લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે રવિ પાકનું એમએસપી વધારવાનો નિર્ણય કર્યો છે. રવિ પાક પર ટેકાના ભાવમાં વધારો કરવામાં આવશે. સરકારે ઘઉંની મિનિમમ સપોર્ટ પ્રાઈસ પ્રતિ ક્વિન્ટલ દીઠ 85 રૂપિયા વધારીને 1,925 કરી છે. જ્યારે કઠોળની એમએસપીમાં પ્રતિ ક્વિન્ટલ દીઠ રૂપિયા 325નો વધારો કરવામાં આવ્યો છે.
