કોંગ્રેસમાં લોકસભા ચૂંટણી પછી ઉથલપાથલનો દોર
Live TV
-
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા પરાજ્ય પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અધ્યક્ષપદેથી રાજીનામું આપવા ઓફર કરી હતી. પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓથી માંડીને પક્ષના કાર્યકરોએ તેમની રાજીનામાની દરખાસ્તને ફગાવી દીધી હતી અને પદ પર બની રહેવાની માગણી કરી છે.
કોંગ્રેસમાં લોકસભા ચૂંટણી પછી ઉથલપાથલનો દોર ચાલુ છે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા પરાજ્ય પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અધ્યક્ષપદેથી રાજીનામું આપવા ઓફર કરી હતી. પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓથી માંડીને પક્ષના કાર્યકરોએ તેમની રાજીનામાની દરખાસ્તને ફગાવી દીધી હતી અને પદ પર બની રહેવાની માગણી કરી છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી પદ પર ચાલુ રહેવા માની ગયા છે. રાહુલને મનાવવા અશોક ગહલોત, સચિન પાયલોટ, રણદીપ સૂરજેવાલા, મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિતના નેતા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. પાર્ટીની હાર બાદ કેટલાંક રાજ્યોમાં રાજનીતિક સંકટ ગહરાયું છે. ગીરીશ મહેતા ભાજપમાં જોડાવાની શક્યતા છે. પ્રધાનમંત્રીની શપથ વિધી બાદ તેઓ ભાજપમાં જોડાય તેવી પૂરી શક્યતા છે.
