રાજકીય સ્થિતીની ચર્ચા કરવા બેંગલુરુમાં કોંગ્રેસના ધારાસભ્યોની બોલાવાઇ બેઠક
Live TV
-
કર્ણાટકમાં જેડી અને કોંગ્રેસ ગઠબંધન મુદ્દે ઉઠી રહેલા સવાલો વચ્ચે અનેક પ્રકારની ચર્ચા ચાલી રહી છે. કર્ણાટક સરકારમાં સહયોગી કોંગ્રેસ પક્ષે વર્તમાન રાજકીય સ્થિતિની ચર્ચા કરવા આજે બેંગલુરૂમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક બોલાવી છે.r
કર્ણાટકમાં જેડી અને કોંગ્રેસ ગઠબંધન મુદ્દે ઉઠી રહેલા સવાલો વચ્ચે અનેક પ્રકારની ચર્ચા ચાલી રહી છે. કર્ણાટક સરકારમાં સહયોગી કોંગ્રેસ પક્ષે વર્તમાન રાજકીય સ્થિતિની ચર્ચા કરવા આજે બેંગલુરૂમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક બોલાવી છે.
કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા સિદ્ધારમૈયાએ, વિધાનસભ્યો, સાંસદો અને રાજ્યસભાના સભ્યોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, બેઠક 29 મે ના રોજ મળશે. વર્તમાન લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે, કર્ણાટકમાં , અત્યાર સુધીનો સૌથી ખરાબ દેખાવ કર્યો છે.
રાજ્યની 21 બેઠક પર ચૂંટણી લડીને કોંગ્રેસ, માત્ર એક બેઠક પર વિજ્ય મેળવી શકી હતી. સાત બેઠક પર ચૂંટણી લડનારો પક્ષ જેડી પણ એક જ બેઠક જીતી શક્યો હતો. ભાજપ પ્રદેશ અધ્યક્ષ બી.એસ. યેદિયુરપ્પાએ જણાવ્યું હતું કે, સરકાર વિધાનસભા ભંગ કરીને નવેસરથી ચૂંટણી જાહેર કરશે તો ભાજપ તેનું સ્વાગત કરશે.
