કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નાગરીકતા મામલે કરાયેલી અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી
Live TV
-
સુપ્રિમ કોર્ટે રાહુલ ગાંધીને ચૂંટણી લડવાથી રોકવા માટેની અરજીને ફગાવી દીધી છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નાગરિકતાથી જોડાયેલ મામલાની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તમામ દલીલોને સાંભળ્યા બાદ સુપ્રિમ કોર્ટે રાહુલ ગાંધીને ચૂંટણી લડવાથી રોકવા માટેની અરજીને ફગાવી દીધી છે. યુનાઇટેડ હિન્દુ ફ્રન્ટ અને હિન્દુ મહાસભા તરફથી દાખલ કરવામાં આવેલા અરજી પર મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે અરજી પર સુનાવણી કરતા કહ્યું છે કે, કોઈ કંપનીના કહેવાથી રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક બની જતા નથી.
