Skip to main content
Settings Settings for Dark

કોરોનાની વેક્સિન શોધનાર રૂસ પહેલો દેશ બન્યો હોવાનો દાવો

Live TV

X
  • રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કર્યો છે કે, આ વેક્સીનનો ઉપયોગ તેમની પુત્રી પર પણ કરવામાં આવી ચૂક્યો છે

    રશિયાએ કોરોના વાયરસની વેક્સિન બનાવવામા સફળતા મેળવી છે. મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાહેરાત કરીને કહ્યું, અમે કોરોનાની એક સુરક્ષિત વેક્સિન બનાવી લીધી છે અને તેને રજિસ્ટર્ડ પણ કરાવી છે. સૌથી પહેલા મેં મારી દીકરીને આ વેક્સિન લગાવડાવી હતી. આ વેક્સિનને નિર્ધારિત કાર્યક્રમ હેઠળ રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલય અને રેગ્યુલેટરી બોડીનું અપ્રૂવલ મળી ગયું છે. રશિયાની વેક્સિન Gam-Covid-Vac Lyoને રક્ષા મંત્રાલય અને ગામાલેયા નેશનલ સેન્ટર ફોર રિસર્ચ ઓન એપિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજીએ સાથે મળીને તૈયાર કરી છે. આ વિશ્વની સૌથી પહેલી વેક્સિન હોવાનો દાવો કરવામા આવ્યો છે. સપ્ટેમ્બરમાં તેનુ ઉત્પાદન કરીને ઓક્ટોબર સુધી લોકો સુધી પહોંચાડવાની તૈયારી શરૂ થઇ ગઇ છે.રશિયાની ન્યૂઝ એજન્સી તાસના જણાવ્યા પ્રમાણે મંગળવારે દેશના ટોચના અધિકારીઓ સાથે બેઠકમાં રાષ્ટ્રપતિ પુતિને કહ્યું, જ્યાં સુધી મને ખબર છે, આજે સવારે વિશ્વમાં પહેલી વખત કોરોના વાયરસથી બચાવ માટે એક વેક્સિન રજીસ્ટર્ડ કરાવી લેવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply