જાણીતા શાયર રાહત ઇન્દોરીનું નિધન
Live TV
-
ઈન્દોરની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, સવારે ટ્વિટ કરી કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી હતી
જાણીતા શાયર રાહત ઈન્દોરીનું નિધન થયું છે. તેઓ 70 વર્ષના હતા. કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ ઈન્દોરની અરબિંદો હોસ્પિટલ ખાતે તેમની સારવાર ચાલી રહી હતો, જ્યાં મંગળવાર સવારે તેમને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડતાં ICUમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ એ સારવાર કારગત નીવડે એ પહેલાં તેમણે આખરી શ્વાસ લીધા હતા. રાહત ઈન્દોરીના પુત્ર અને યુવા શાયર સતલજ રાહતે જણાવ્યું હતું કે પિતા છેલ્લા ચાર મહિનાથી માત્ર નિયમિત તપાસ માટે જ ઘરની બહાર નીકળતા હતા. તેમને ચાર-પાંચ દિવસથી બેચેની અનુભવાતી હતી. ડોક્ટરોની સલાહ પછી ફેફસાનો એક્સ-રે કરાવ્યો તો ન્યુમોનિયા હોવાની પુષ્ટિ થઈ હતી. પછીથી તેમના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. તેમાં તેઓ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. રાહતને હાર્ટ અને ડાયાબિટીસ બંને રોગ હતા.
