દેશભરમાં જન્માષ્ટમી પર્વની ધૂમ, કૃષ્ણ મંદિરો ભવ્યાતિભવ્ય શણગારાયા
Live TV
-
રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિત કેન્દ્રીય ગૃહમંત્રીએ દેશવાસીઓને જન્માષ્ટમીની આપી શુભેચ્છા
દેશભરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી થઇ રહી છે. દેશભરના કૃષ્ણ મંદિરો ભવ્યાતિભવ્ય શણગારવામાં આવ્યા છે. મથુરા અને વૃંદાવનમાં પણ જન્માષ્ટમી ઉજવણી માટે વિશેષ તૈયારી થઇ છે. કોરોના મહામારીના કારણે આ વર્ષે ભલે ભક્તો પોતાના આરાધ્ય દેવના દર્શન સાક્ષાત નહીં કરી શકે, પરંતુ વ્રજના ઉત્સાહમાં કોઇ ઓટ નથી આવી. મથુરાના કૃષ્ણ જન્મસ્થળથી માંડીને નંદગાંવ સુધી આસ્થાની અદભૂત આભા જોવા મળી રહી છે. વૃંદાવનના મંદિરો પણ રોશનીથી ઝગમગી રહ્યા છે. આ સાથે જગત મંદિર દ્વારકા ખાતે પણ ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જન્માષ્ટમીના પાવન અવસરે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જન્માષ્ટમી પર્વે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
