Skip to main content
Settings Settings for Dark

10 રાજ્યોએ સંક્રમણ રોકી લીધુ, તો દેશ જીતી જશે કોરોના સામેનો જંગ: PM

Live TV

X
  • પ્રધાનમંત્રીએ ગુજરાત સહિત 10 રાજ્યોમાં ટેસ્ટીંગ વધારવા પર મૂક્યો ભાર, મૃત્યુદર 1 ટકાથી પણ નીચે લઈ જવાનું લક્ષ્ય

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દસ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ-19 મહામારીની સ્થિતિ અંગેની સમીક્ષા કરી હતી. બેઠકને અંતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સામુહિક પ્રયાસોથી જ કોવિડ -19 મહામારી સામેની લડાઇમાં દેશનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સાથે પ્રધાનમંત્રીએ 72 કલાકની નવી ફોર્મ્યુલા પર કામ કરવા આગ્રહપુર્વક જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સંક્રમિત દર્દીની ઓળખ આરંભિક 72 કલાકમાં જ થઇ જાય તો સંક્રમણને રોકવામાં મોટી મદદ મળે તેમ છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, કોરોનાને અટકાવવા સરકાર દ્વારા થઇ રહેલા પ્રયાસમાં લોકોનો ભરોસો વધી રહ્યો છે.

    પ્રધાનમંત્રીએ ખાસ કરીને ગુજરાત, બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, અને તેલંગાણા જેવા રાજ્યોમાં સેમ્પલ ટેસ્ટિંગ વધારવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. પ્રધાનમંત્રીએ નિષ્ણાંતોના તારણ તરફ પણ ધ્યાન દોરવા પ્રયાસ કરતા કહ્યું હતું કે, સંક્રમણના 72 કલાકમાં જ તેની ઓળખ કરી લેવામાં આવે તો સંક્રમણને અંકુશમાં રાખવામાં મદદ મળી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply