કોરોનાવાયરસ: દેશના 12 મોટા બંદરો ઉપર સ્ક્રીનીંગ સુવિધા થશે ઉપલબ્ધ
Live TV
-
કેન્દ્રિય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધને ગઇકાલે રાજયસભામાં આ મુજબ જણાવ્યું, તેમણે કહયું કે આ વાયરસ ભારતમાં ના ફેલાય તે માટે સરકારે ઘણા પગલા લેવામાં આવ્યા છે.
નોવેલ કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે સરકારે દરિયાઇ મુસાફરી કરનારાઓ અને ક્રુઝ મુસાફરોને ઉતારવા માટે સ્ક્રીનીંગ તપાસ માટે તમામ ૧ર મોટા બંદરોને નિર્દેશ આપ્યો છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધને ગઇકાલે રાજયસભામાં આ મુજબ જણાવ્યું, તેમણે કહયું કે આ વાયરસ ભારતમાં ના ફેલાય તે માટે સરકારે ઘણા પગલા લીધા છે.
દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે ટવીટ કરીને જણાવ્યુ કે ઘણા ભારતીય કર્મચારીઓ અને કેટલાક ભારતીય મુસાફરોને જાપાનના દરિયામાં ક્રુઝ શિપ ડાયમંડ પ્રિન્સેસ પર કોરોના વાયરસને કારણે અલગ રખાયા હતા. તેમણે કહયું હતું કે ટોકયોમાં ભારતીય દુતાવાસે આપેલી નવી માહિતી મુજબ તેમાંથી કોઇપણ કોરોના વાયરસથી ગ્રસ્ત મળ્યુ નથી. કેન્દ્રિય આરોગ્ય સચિવ પ્રીતિ સુદાને કહયુંકે દેશમાં કોઇ નવો કેસ નોંધાયો નથી અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે
