Skip to main content
Settings Settings for Dark

11માં સંરક્ષણ પ્રદર્શનનું આજે લખનૌમાં થશે સમાપન 

Live TV

X
  • રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે ડિફેન્સ એક્સ્પોના સમાપન સત્રની અધ્યક્ષતા કરશે.

    રક્ષા મંત્રાલયનો મહત્વનો બે વર્ષીય કાર્યક્રમ ડિફેન્સ એક્સ્પો આજે ઔપચારિક રીતે લખનૌમાં સંપન્ન થશે. જો કે સંરક્ષણ પ્રદર્શન 2020 આવતીકાલે બપોર સુધી સામાન્ય લોકો માટે ખુલ્લું રહેશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે સંરક્ષણ એક્સ્પોના સમાપન સત્રની અધ્યક્ષતા કરશે. આ વર્ષના કાર્યક્રમમાં સૌથી વધુ સંખ્યામાં આયોજકો અને સંરક્ષણ સંબંધિત પ્રદર્શનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને એરોસ્પેસ ક્ષેત્રની હાજરી નોંધપાત્ર હતી. સ્વદેશી એન્ટરપ્રાઇઝનો વિકાસ  ડિફેન્સ એક્સ્પો 2020 નું પ્રોત્સાહક પાસું હતું.

    ગઈકાલે  ડિફેન્સ એક્સ્પોના ત્રીજા દિવસે બે સૌથી વધુ અગત્યના ટેક્નોલોજી ટ્રાન્સફર એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને ઘણા સંરક્ષણ ઉત્પાદનો રજૂ કરવામાં આવ્યા હતા. સંરક્ષણ રાજ્યમંત્રી શ્રીપદ યશો નાયકે એઆઈઆરને જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકારે સંરક્ષણ એક્સ્પોનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું અને તે અત્યાર સુધીનું  સર્વશ્રેષ્ઠ હતું. સંરક્ષણ સચિવ ડો.અજયકુમારે જણાવ્યું હતું કે સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ વધારવા માટે સરકાર બૌદ્ધિક સંપત્તિ હકો અને ટેકનોલોજીના સ્થાનાંતરણ પર ઝડપથી કામ કરી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-03-2026 Max Temp : °C Min Temp : °C
apply