લખનૌમાં સંરક્ષણ પ્રદર્શનનું સમાપન, આગામી વર્ષોમાં ભારત વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદનમાં એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે
Live TV
-
ત્રણ હજાર વિદેશી પ્રતિનિધિઓ અને 12 લાખથી વધુ દર્શકો સહિત 13,000 પ્રતિનિધિઓની હાજરીએ ઉત્તર પ્રદેશમાં સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે એક મજબૂત પાયો નાખ્યો છે - યોગી આદિત્યનાથ
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું છે કે આગામી વર્ષોમાં ભારત વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સંરક્ષણ ઉત્પાદન કેન્દ્ર બનશે. લખનૌમાં આજે આંતરરાષ્ટ્રીય સંરક્ષણ પ્રદર્શન - ડેફ એક્સ્પો 2020 ના સમાપન સમારોહને સંબોધન કરતાં તેમણે કહ્યું કે આ પ્રદર્શન દેશને વિશ્વમાં સંરક્ષણ ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે મહત્વપૂર્ણ સ્થાન આપવામાં સફળ રહેશે.સંરક્ષણ પ્રધાને કહ્યું કે આ પ્રદર્શનથી ઉત્તરપ્રદેશને સંરક્ષણ ક્ષેત્રે નવી ઓળખ મળી છે અને તેમાં નવા રોકાણ સંબંધિત 23 કરારો પર હસ્તાક્ષર થયા છે.ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે , ડિજીટલ ટ્રાન્સફોર્મેશન ઓફ ડિફેન્સની થીમ પર આયોજીત , ડિફેન્સ એક્પોનું , વિધીવત રીતે સમાપન કરવામાં આવ્યું. સમાપન કાર્યક્રમાં સંરક્ષણ સચિવ ડો. અજય કુમારે , આ ડિફેન્સ એક્પોને , આગળના 10 એક્પો કરતા વધુ સફળ એક્પો ગણાવ્યો હતો. કારણે કે આ વખતે 1,000થી વધુ એકઝીબીટરોએ ભાગ લીધો હતો. દેશ અને દુનિયાના લોકો , ભારતના શૌર્ય અને શક્તિથી રૂબરૂ થયાં હતા. વધુમાં તેમણે જણાવ્યું કે, આ એક્સોમાં 133 જેટલા એમઓયુ સાઈન થયાં છે. આ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું , કે સંરક્ષણના મુદ્દે નવું ભારત, સમૃદ્ધ અને સમર્થ છે. વિશ્વના અન્ય શક્તિશાળી દેશો સાથે , તાલથી તાલ મેળવવાની ક્ષમતા રાખે છે. તો બીજી બાજુ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું , કે આ એક્પોમાં , 23 એમઓયુ એવા થયા છે , જેમાં ઉત્તર પ્રદેશને પચાસ હજાર કરોડના રોકાણના પ્રસ્તાવ મળ્યાં છે. જેના કારણે સ્થાનિક 2 થી 3 લાખ યુવાનો માટે , રોજગારના અવસર ખુલશે. આવતીકાલથી સામાન્ય લોકો પણ , આ એક્પોની મુલાકાત લઈ , દેશના શોર્ય અને શક્તિથી રૂબરૂ થઈ શકશે.
