ભારત અને શ્રીલંકા વચ્ચે આતંકવાદ,પર્યટન સહિતના મુદ્દે દ્વીપક્ષીય ચર્ચા
Live TV
-
શ્રીલંકાની સરકાર સમાનતા, ન્યાય, શાંતિ અને સન્માન માટેની તમિલ સમુદાયની આકાંક્ષાઓ પૂર્ણ કરશે - PM
ભારતની પાંચ દિવસની મુલાકાતે આવેલા શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિંદા રાજપક્ષે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે હૈદરાબાદ હાઉસ ખાતે , દ્વિપક્ષી ચર્ચા થઈ હતી. જેમાં આતંકવાદ, પ્રવાસન, અર્થતંત્ર , અને બંને દેશો વચ્ચે કનેક્ટીવટી વધારવા અંગે , ચર્ચા કરવામાં આવી હતી. ભારત તરફથી શ્રીલંકાના અર્થતંત્રને વેગવંતો બનાવવા , 400 મીલીયન ડોલરની ક્રેડિટ લાઈન , અને આંતકવાદ સામે લડવા માટે 50 મીલીયન ડોલરની સહાય આપવા અંગે શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિદા રાજપક્ષે આભાર માન્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આતંકવાદ વિરુદ્ધ , બંને દેશોએ એક સાથે મળીને સામનો કરવાનો સંકલ્પ લીધો છે. અગાઉ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિદા રાજપક્ષનું , રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માન કરાયું હતું. ત્યાર બાદ મહિન્દા રાજપક્ષેએ , રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીના સમાધિ સ્થળ રાજઘાટ પહોંચી , બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મહિન્દા રાજપક્ષે વારાણસી, સારનાથ, બોધ ગયા અને તિરૂપતિ જેવા ઐતિહાસિક સ્થળોની પણ મુલાકાત લેશે..
