કોરોના સામે દેશની લડાઈઃ સંક્રમણથી સાજા થવાનો દર 92 ટકા પર પહોંચ્યો
Live TV
-
કોવિડ-19 સામે ભારત દેશ નક્કી કરાયેલ રણનીતિ સાથે કામ કરી રહ્યો છે જેના સારા પરિણામો મળી રહ્યા છે. કોરોના વાયરસને હરાવીને સાજા થવાનો દર લગભગ 92 ટકાએ પહોંચ્યો છે. કોવિડથી થનારા લોકોના મૃત્યુનો દર 1.49 ટકા સુધી ઘટી ગયો છે, જે વિશ્વમાં સૌથી ઓછો છે.
કોવિડ-19 સામે ભારત દેશ નક્કી કરાયેલ રણનીતિ સાથે કામ કરી રહ્યો છે જેના સારા પરિણામો મળી રહ્યા છે. કોરોના વાયરસને હરાવીને સાજા થવાનો દર લગભગ 92 ટકાએ પહોંચ્યો છે. કોવિડથી થનારા લોકોના મૃત્યુનો દર 1.49 ટકા સુધી ઘટી ગયો છે, જે વિશ્વમાં સૌથી ઓછો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે તહેવારોમાં સાવચેતી જાળવવા, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલન કરવા ઉપર ભાર મુક્યો છે.
ભારતે કોવિડ-19 મહામારી સામેની લડાઈમાં સારા પરિણામો મેળવ્યા છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ કે દેશમાં કોરોના સંક્રમણથી સાજા થવાનો દર લગભગ 92
ટકા પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં લગભગ 58 હજાર દર્દીઓ સાજા થયા છે. આ સાથે સાજા થનાર કુલ દર્દીઓની સંખ્યાનો આંકડો 76 લાખને પાર પહોંચ્યો છે. દેશમાં અત્યારે કુલ 5.41 લાખ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે અને અત્યાર સુધીમાં કુલ 23,097 લોકોના કોરોના વાયરસથી મોત થયાં છે.ICMRએ જણાવ્યા પ્રમાણે સક્રિય ટેસ્ટિંગ વ્યવસ્થાથી અત્યાર સુધીમાં કુલ 11 કરોડ 17 લાખ લોકોના કોરોના ટેસ્ટ થઈ ચુક્યા છે. સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યુ હતુ કે મણિપુર, દિલ્હી, કેરણ અને પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. તહેવારોમાં લોકો માસ્ક ફરજીયાત પહેરે અને સમાજિક અંતર જાળવે તે ખુબ જરુરી છે. નીતિ આયોગના સભ્ય ડૉ. વી કે પૉલે ડીડી ન્યુઝના માસ્ક પહેરવાના અભિયાનના વખાણ કર્યા હતા.
