બિહાર વિધાનસભાના બીજા તબક્કાની 94 બેઠકો માટે મતદાન પૂર્ણ
Live TV
-
પ્રાથમિક અહેવાલ અનુસાર બિહારમાં સરેરાશ 53 ટકા મતદાન.મધ્યપ્રદેશમાં સરેરાશ 66 ટકા અને ઉત્તર પ્રદેશમાં સરેરાશ 52 ટકા મતદાન
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા ચરણમાં રાઘોપુર, પારુ, મીનાપુર અને અલૌલી સહિત 8 નક્સલ પ્રભાવિત ક્ષેત્રો સહિત 17 જિલ્લાના 94 ચૂંટણી ક્ષેત્રોમાં મતદાન થયું હતું. સાંજે 6 વાગ્યા સુધી લગભગ 53 ટકા મતદાન નોંધાયું હતું.
આ ચરણમાં કુલ 1 હજાર 463 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 146 મહિલા ઉમેદવાર અને એક ટ્રાન્સજેન્ડર ઉમેદવાર છે. 243 ધારાસભ્યો વાળી બિહાર વિધાનસભા માટે 3 ચરણમાં ચૂંટણી યોજાઇ રહી છે. પ્રથમ ચરણની ચૂંટણી 28 ઓક્ટોબરે યોજાઇ હતી. જ્યારે ત્રીજા અને અંતિમ ચરણની ચૂંટણી 7 નવેમ્બરે યોજાશે. આજના મતદાનમાં લોજપાના પ્રમુખ ચિરાગ પાસવાને પણ મતદાન કર્યું હતું.
